સુરતમાં કુબેરજી ગ્રુપ પર આયકરના વ્યાપક દરોડા

Monday 10th February 2020 07:54 EST
 

સુરતઃ પ્રખ્યાત કન્સ્ટ્રક્શન ગ્રુપ કુબેરજીના માલિકો, ભાગીદારો, તથા સંબધીઓના ત્યાં તાજેતરમાં ઇન્કમટેક્ષ વિભાગે સર્વે અને સર્ચની કામગીરી હાથ ધરી હતી. વિભાગને પ્રાથમિક તપાસમાં જ કરોડો રૂપિયાના બે નંબરી વ્યવાહારોને લગતી વિગતોના દસ્તાવેજો હાથ લાગ્યા છે. આ જૂથનાં ૨૦ બેંક લોકર સીલ કરાયા છે તે પૈકી એકેય ઓપરેટ નથી કરાયા. સર્ચમાં રૂ. ૧૨.૫૦ કરોડની રોકડ, જ્વેલરી અને રૂ. ૧ કરોડના લૂઝ ડાયમંડ મળ્યા છે.

આયકર વિભાગના અધિકારીઓની અલગ અલગ ૨૫ જેટલી ટીમો બનાવી હતી અને છઠ્ઠીએ સવારે ૭ વાગ્યામાં જ દરોડાઓ પાડી ઇન્કમટેક્ષ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter