સુરતઃ માસૂમ બાળકી પર બળાત્કાર અને તેની હત્યાના દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા કેસનું કોકડું પોલીસે ઉકેલી નાંખ્યું છે. પોલીસે આ કેસમાં હર્ષસાંઇ ગુર્જર નામના મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. બાળકીનો મૃતદેહ મળી આવ્યા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ કેસમાં વધુ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં જાણવા મળ્યું હતું કે બાળકી જ નહીં પણ તેની માતા પર જુલમ ગુજારીને તેની પણ ક્રૂર રીતે હત્યા કરી નાંખવામાં આવી હતી.
અમદાવાદ ક્રાઈમ બ્રાંન્ચ અને સુરત પોલીસના સંયુકત ઓપરેશન બાદ અને સીસીટીવી ફૂટેજના આધારે મુખ્ય આરોપી હર્ષસાંઈ ગુર્જરને ઝડપી લેવાયો હતો. તેણે કબૂલાત કરી કે, તે બાળકીની માતા સાથે શરીરસબંધ રાખતો હતો અને તેને મોતને ઘાટ ઉતાર્યા પછી બાળકી બીજા લોકો પાસે મોઢું ન ખોલે તે માટે તેની ઉપર તેના સાથી સાથે મળીને બેથી ત્રણ વખત ગેંગરેપ કરીને પછી તેની હત્યા કરીને ફેંકી દીધી હતી. હર્ષસાંઈ દોઢેક વર્ષથી પરિવાર સાથે સુરતમાં રહે છે અને ટાઈલ્સ ફિટિંગનું કામ કરે છે.