જામનગરઃ દ્વારકામાં જામખંભાળિયાથી ચાલીસ કિલોમીટર દૂર આવેલા ગડુ ગામની નજીક અરબી સમુદ્રમાં અજાડ ટાપુ આવેલો છે અને મતદાનના દિવસે એ પૈકીના ૩૯ મતદારોએ મતદાન કરતાં ૯૭.૫ ટકા મતદાન નોંધાયું હતું. અને માછીમાર લોકોએ ચૂંટણીના મહાપર્વને બરાબર રીતે સમજીને ઉજવ્યું હતું.
આ ટાપુ પર નાની એવી વસતિને પ્રાથમિક સુવિધા પણ નથી. ઉપર આભ અને નીચે ધરતી ઉપર અને ચોતરફ દરિયો વસે છે. એમાં આ ચાલી મતદાર વસે છે. બધા મુસ્લિમ વાઘેર માછીમારો છે. આજુ બાજુ ક્યાંય નજીકમાં મતદાન મથક નહોવાથી તંત્ર અજાડ ટાપુ ઉપર મતદાન મથક બનાવ્યું છે અને ભારતના મતદાન મથકોમાં એનું નામ વસે છે. અજાડ ટાપુ જવા માટે જામખંભાળિયાથી ગડુ ગામના ગામે જવું પડે. અને ત્યાંથી નજીકના મોટા આસોટા ગામ જવું પડે એ પછી દરિયામાં થઈને અજાડ ગામ પહોંચી શકાય છે. આજે ચૂંટણી તંત્રે ઇવીએમ અને અન્ય મતસામગ્રી લઈ જવા માટે હોડીનો પ્રબંધ કર્યો હતો. કુલ સાત જણાનો સ્ટાફ રોક્યો હતો. વીજળી વગરના ટાપુ ઉપર ઈવીએમ માટે અન્ય વ્યવસ્થા કરી હતી.