ગાંધીનગરઃ પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલનાં પુત્રી અનાર પટેલના બિઝનેસ પાર્ટનરને ગીરમાં સસ્તા ભાવે જમીન ફાળવવાના કેસની વિગતો નવી સરકારે માગી છે. ૧૨મી ઓગસ્ટે મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ બાબતે પહેલાં તો પત્રકાર પરિષદમાં મીડિયાને ‘નો કોમેન્ટ’ કહ્યું હતું, પણ પછીથી ભારપૂર્વક ફરી આ મુદ્દે સવાલ થતાં તેમણે કહ્યું કે, સરકારે આ કેસની વિગતો મંગાવી છે. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે. અનારને ગીર અભ્યારણ્યને અડીને ૪૦૦ એકર જમીન અપાઈ હોવાનો કોંગ્રેસના પૂર્વપ્રમુખ અર્જુન મોઢવાડિયાએ અગાઉ આક્ષેપ કર્યો હતો.