અમરેલી: રબને બના દી જોડી કહેવત સાર્થક થતી હોય તેમ જાફરાબાદના ટીંબીના રહેતા અને દોઢ ફૂટની ઉંચાઇ ધરાવતા દુલ્હા તેમજ ગીરગઢડાના ફાટસરમાં રહેતી અને બે ફૂટની ઉંચાઇ ધરાવતી દુલ્હનના અનોખા લગ્ન થયા હતા. આ અનોખા લગ્નનો વરઘોડો નિહાળવા લોકો ઉમટી પડ્યા હતા.
જાફરાબાદના ટીંબી ગામે રહેતા રફિકભાઇ મન્સુરી કુદરતી રીતે પહેલીથી દોઢ ફૂટની ઊંચાઇ ધરાવે છે. તેઓ પાનની દુકાઇ ચલાવે છે. રફિકભાઇની ઉંમર ૩૨ વર્ષની થતા પરિવારજનોને તેમના લગ્ન બાબતે ચિંતા ઉભી થઇ હતી.
પરિવારે તેમને લાયક દુલ્હન શોધવાની શરૂઆત કરી હતી. જેથી ગીરગઢડાના ફાટસર ગામે બે ફૂટની ઉંચાઇ ધરાવતી મદીનાબાનુ ધ્યાનમાં આવતા તેમના પરિવારને જાણ કરી લગ્ન માટે પ્રસ્તાવને જાણ કરી લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો. અને બંનેના નિકાહ નક્કી થયા હતા.
રવિવારે ગીરગઢડાના ફાટસર ગામે નિકાહ યોજાયા હતા. અહીં રફિકભાઇનો વરઘોડો નીકળતા મોટી સંખ્યામાં લોકો વરઘોડો નિહાળવા ઉમટી પડ્યા હતા.
પુત્ર પગભર છે, સારૂ કમાય છે: પિતા
રફિકભાઇના પિતા કાસમભાઇએ જણાવ્યું હતુ કે રફિકની ઉંચાઇ હોર્મોન્સના અભાવે દોઢ ફુટની જ રહી ગઇ હતી. જો કે મારો પુત્ર ફ્રીજ, ઇલેકટ્રાેનિક કામમા પણ મદદ કરે છે અને પાનની દુકાન ચલાવી પોતે પગભર છે અને સારૂ કમાય છે.
મિત્રના લગ્નની ખુશી છે
રફિકભાઇના મિત્રએ જણાવ્યું હતુ કે અમે વર્ષાથી મિત્ર છીએ. અમારી બંનેની ઉંમર ૩૨ વર્ષ છે. રફિક કુદરતી રીતે તેની ઉંચાઇ વધી નહી જેથી દોઢ ફુટની છે. તેમના માટે દુલ્હન શોધવી ખુબ મુશ્કેલ હતુ. જો કે ફાટસર ગામે બે ફુટની ઉંચાઇ ધરાવતી દુલ્હન મળી જતા અને બંનેના નિકાહ થઇ જતા ખુબ ખુશી છે.