ભાવનગરઃ અનરાધાર વરસાદમાં ૨૯મીએ નારી ચોકડીથી ભાવનગર તરફ આવતા ડાયવર્ઝનમાં પાણીનો પ્રવાહ વધુ હતો. આ સમયે અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા એક પરિવારની કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી. આ ઘટનામાં ત્રણ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જોકે ઘટનામાં ચાર જણા લાપતા થયા હતા. તેથી ફાયર ટીમે તેમની શોધખોળ હાથ ધરી છે.
અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો દિનેશભાઈ ઉમડિયાનો પરિવાર ૨૯મી જૂને રાત્રે પુત્રવધૂને લેવા ભાવનગર તરફ આવ્યો હતો. આખલોલ જકાતનાકા પાસે પુલનું સમારકામ ચાલતું હોવાથી ડાયવર્ઝન હતું. જેથી પાણીનો પ્રવાહ વધુ હતો તેમાં કાર તણાવા લાગી હતી. વળી કાચું નાળું તૂટતાં પાણીનો ધોધ વધ્યો હતો તેમાં કારમાં સવાર પરિવારના સાત જણા તણાયા હતા. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. દિનેશભાઈ તેમના પુત્ર અપૂર્વભાઈ અને બહેન નેહાબહેનને પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા જ્યારે અન્ય દિનેશભાઈનાં પત્ની રીટાબહેન, દીકરી આદ્યા, માતા લતાબહેન અને કેયુરભાઈ લાપતા થયાં હતાં જેમના મૃત્યુ થયાં છે.