અમદાવાદઃ અમરેલી સબજેલમાં દલિત યુવાનની હત્યાના ગુનામાં તપાસ અંગેનો અહેવાલ રજૂ કરવામાં નિષ્ફળ ગયેલા રાજયના જેલ આઇજી સહિત અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટ, પોલીસ અધિક્ષક, જેલ સુપરિન્ટેન્ડેન્ટ સહિતના સત્તાવાળાઓને ૮મી નવેમ્બર, ૨૦૧૯ના રોજ સવારે ૧૧ કલાકે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સમક્ષ જરૂરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનો આદેશ થયો છે. પંચે વધુમાં નોંધ્યું છે કે, આ કેસમાં જેલ આઇજી અને અન્ય સત્તાવાળાઓ જરૂરી અહેવાલો માગ્યા છે. તે સુપ્રત કરવાની જવાબદારીમાંથી છટકી ના શકે. સંબંધિત સત્તાવાળાઓ બેજવાબદાર અને નિષ્ક્રિય વલણથી પંચને ખૂબ આઘાત અને કાયદાની જોગવાઇ હેઠળ તમામ રિપોર્ટ રજૂ કરવા ફરજિયાત છે. આ મામલે કોઇ પગલાં નહીં ભરવાથી ભોગ બનનાર માનવ અધિકારનો ભંગ થાય છે. તેમણે જેલમાં કેદીના થયેલા મૃત્યુના આખરી કારણ સહિત જરૂરી અહેવાલ અને દસ્તાવેજો સુપ્રત કરવાના આદેશ કર્યો છે.