અમરેલીના સાધુ અને લંડનના સાધ્વી પ્રેમબંધન પછી લગ્નબંધનમાં જોડાયાં

Wednesday 01st November 2017 09:51 EDT
 
 

અમરેલી: મૂળ ઓસ્ટ્રેલિયા અને હાલ લંડનમાં રહેતા શિક્ષિકાની નોકરી કરતાં ખ્રિસ્તી એલિઝાબેથ ડાવકવ પુનામાં ઓશોના આશ્રમમાં સન્યાસી હતા અને તે જ સમયે અમરેલીમાં રહેતા સર્જુભાઈ કાંતિભાઈ બડકલિયા પુના આશ્રમમાં સન્યાસી બનીને ગયા હતા.
પુના ઓશો આશ્રમના આ સહવાસ દરમિયાન આ વિદેશી મહિલા એલિઝાબેથ અને ગામડાના યુવાન અમરેલીના સાધુ અર્જુનભાઈ વચ્ચે આંખ મળી ગઈ હતી અને આ બંને એકબીજાની ભાષા પૂર્ણ રીતે સમજતા ન હોવા છતાં તથા બંને અલગ-અલગ દેશ અને ધર્મના હોવા છતાં બંને વચ્ચે પ્રણય સર્જાયો હતો. તેમના આશ્રમવાસ દરમિયાન ભાષાના અવરોધને સાથી સન્યાસીઓની મદદથી ખાળ્યો હતો. આશ્રમમાં જ તેમને અન્ય સાધુ અને સાધ્વીઓ તરફથી પરસ્પરની લાગણી વ્યક્ત કરવામાં ભાષા નડે નહીં તે માટે પ્રોત્સાહન પણ મળ્યું.  ભગવા વસ્ત્રોનો ત્યાગ કર્યા બાદ અમરેલીમાં આવીને ત્યાં જ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું અને ગાયત્રી મંદિરમાં લગ્ન કરી અમરેલીમાં જીવન પસાર કરવાનું નક્કી કર્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter