અમરેલી: ગુજરાત સરકારે સોમવારથી મોટાભાગના વેપારી એકમોને ખોલવાની છૂટ આપી હતી, પરંતુ અમરેલી વેપારી મહામંડળે વેપારની સાથે કોરોના સામે લડવાના હેતુથી એક ઉદાહરણીય પગલું લીધું છે. વેપારીઓએ કોરોના મહામારી છે ત્યાં સુધી ઓડ-ઇવન પદ્ધતિથી એમ વારાફરથી દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. આ માટે શહેરની દરેક દુકાનો ખોલવાનો નિર્ણય લીધો છે. આ માટે શહેરની દરેક દુકાનને નંબર આપી દેવાશે. ત્યાર પછી એક દિવસ એકી અને બીજા દિવસે બેકી નંબરની દુકાનો ખુલશે. અમરેલીમાં વેપાર ધંધાની છૂટછાટ અંગે જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડે તે પહેલા આજે સવારે અમરેલી વેપારી મહામંડળના પ્રમુખ અને અન્ય આગેવાનોને જિલ્લા ક્લેક્ટર સાથે બેઠક કરી હતી. જેમાં ચીફ ઓફિસર, મામલતદાર અને પોલીસ અધિકારીઓ પણ હાજર હતાં.