અમરેલીઃ પોણા બે માસ પહેલાં દલિતોએ યોજેલી રેલીમાં ફરજ દરમિયાન પોલીસકર્મીના પથ્થરમારાથી થયેલા મોત સામે પોલીસ દલિતો સામે હત્યાની ફરિયાદ નોંધાવવાના વિરોધમાં સાતમીએ ફરિયાદ રદ કરવાની માગણી સાથે અમરેલીમાં દલિત એડવોકેટ નવચેતન પરમારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે નવચેતનની અટક કરતાં તેનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ ૪૬ દલિતો દ્વારા આમરણ ઉપવાસ શરૂ કરવામાં આવતા તંત્ર હરકતમાં આવી ગયું હતું.
જ્યારે બીજી તરફ દલિત અત્યાચાર પ્રકરણના સંદર્ભે ક્રાઈમ બ્રાન્ચે ચાર પોલીસકર્મીઓ સસ્પેન્ડેડ પોલીસ અધિકારી ઝાલા, કંચનબહેન પરમાર, હેડ કોન્સ્ટેબલ કાનજીભાઈ ચુડાસમા તથા પોલીસ અધિકારી પાંડેની ધરપકડ કરવામાં આવ્યા બાદ ચારેયને તબીબી પરીક્ષણ માટે હોસ્પિટલ લઈ જવાયા હતાં. આ ગુનાના ૩૪ આરોપી સામે આઠમીએ કોર્ટમાં ચાર્જશીટ રજૂ થઈ હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ૩૮ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.