ગાંધીનગરઃ અમરેલીમાં દિલિપ સંઘાણીને ૨૯,૯૯૩ મતે હરાવનારા કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપે કોંગ્રેસના બાવકુ ઉઘાડને મેદાને ઉતાર્યા છે. સુરત- સૌરાષ્ટ્ર અને સ્થાનિક સ્તરે પાટીદાર સમાજ સહિતના જૂથોમાં ઉઘાડ અને ધાનાણીના છેડા એકબીજા સાથે સંકળાયેલા છે અને એક સમયે કોંગ્રેસમાં સાથે હોવાના નાતે આ બંને સામસામે ટકારતા સૌરાષ્ટ્ર-સુરતભરના પાટીદારોનું ફોકસ અમરેલી બેઠક પર વધી ગયું છે.
બીજી તરફ અમરેલીથી દિલિપ સંઘાણીને નજીકની ધારી બેઠક માટે ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. આ બેઠક પર ગત ચૂંટણીમાં જીપીપીના નલિન કોટડિયા ચૂંટાયા હતા.