અમદાવાદ: વર્ષ ૨૦૧૦માં આરટીઆઇ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની અમદાવાદ હાઈ કોર્ટ પાસે હત્યા થઈ હતી. જૂનાગઢ અને ગીરની આસપાસ ગેરકાયદે ઉત્ખનન મામલે અમિત જેઠવાની હત્યા થયાના કેસમાં ૨૧મીએ ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકીની અરજી પર ચુકાદાની સંભાવના હતી. જોકે કોર્ટે ૨૧મીએ ચુકાદાને મુલતવી રાખીને ૨૯ જૂને જાહેર કરવાનું જણાવ્યું હતું. અમિત જેઠવા હત્યા કેસમાં હત્યાના મુખ્ય આરોપી ગણાતા ભાજપના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી દ્વારા સીબીઆઇ કોર્ટના ચુકાદાને હાઇ કોર્ટમાં પડકારાયો હતો.
દીનુ બોધા સોલંકીએ ગુજરાત હાઇ કોર્ટમાં સીબીઆઇ કોર્ટના ચુકાદા સામે સાક્ષીઓને બોલાવી ચુકાદા સામે અરજી કરી હતી. અમિત જેઠવાની હત્યારા શાર્પ શૂટર શૈલેષ પંડયાને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. કેસમાં મૃતકના પિતાએ હાઇ કોર્ટમાં સીબીઆઇ તપાસની માગ કરતા કોર્ટે તેમની અરજી પણ સ્વીકારી હતી અને તપાસ સીબીઆઇને સોપાઇ હતી. જે અંતર્ગત સીબીઆઇએ નવેમ્બર ૨૦૧૩માં ભાજપના પૂર્વ સાંસદ દીનુ સોલંકીની ધરપકડ કરી હતી.