અયોધ્યાઃ રામમંદિરના નિર્માણ માટે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર પરિસરની પવિત્ર માટી તેમજ સોમનાથ સાંનિધ્યે આવેલા હીરણ, કપિલા અને સરસ્વતી નદીના સંગમ એવા ત્રિવેણી સંગમ ઘાટનું જળ બંનેના અલગ અલગ કુંભો બનાવી તેની સોમનાથના પૂજારીઓ દ્વારા પૂજન કરી જિલ્લા વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ નરેશ પર્યાણીને અર્પણ કરાયા હતા. તમામ તીર્થસ્થળોના પવિત્ર જળ તથા માટી એકત્ર કરી દરેક જિલ્લામાંથી શ્રીરામ મંદિર નિર્માણ માટે મોકલવાના છે.