અયોધ્યામાં રામલલ્લાને સવાર-સાંજ ભોજન થાળ વીરપુર મંદિર તરફથી જશે

Tuesday 08th December 2020 06:56 EST
 
 

વીરપુરઃ અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામલ્લાને દરરોજ સવાર - સાંજ જે ભોજન થાળ ધરવામાં આવશે તે આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી આપવામાં આવશે. અયોધ્યાના રામ મંદિરના ટ્રસ્ટીઓએ આ માગણી સ્વીકાર્યાની જાણ વીરપુરના લોકોને કરવામાં આવતાં નાના એવા ગામમાં ફરી દીવાળી આવી હતી. અને આતશબાજી સાથે આ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો. અયોધ્યામાં દેશના મોટા મંદિરો દ્વારા જૂદી જૂદી સેવા કરવામાં આવશે. વીરપુર મંદિરના સંચાલકોએ રામ મંદિરના ટ્રસ્ટીઓનો સંપર્ક કરીને રામલલ્લાને બન્ને સમયનો ભોજન થાળ પહોંચાડવાની તત્પરતા દર્શાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter