અલંગમાં ફિલ્મના શૂટમાં વિકી કૌશલને ઈજાઃ ચહેરા પર બાર ટાંકા

Wednesday 24th April 2019 07:40 EDT
 
 

ભાવનગરઃ અભિનેતા વિકી કૌશલે તાજેતરમાં નવોદિત દિગ્દર્શક ભાનુ પ્રતાપ સિંઘની આગામી હોરર ફિલ્મ માટે શૂટિંગ કર્યું છે. આ ફિલ્મમાં કેન્દ્રસ્થાને બીચ પરનું એક જહાજ છે. ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મનો કાફલો અલંગમાં ઉતર્યો છે દરમિયાન શૂટિંગમાં એક દુર્ઘટનામાં વિકીના ચહેરા પર ફ્રેકચર થયું છે અને તેના ગાલે ૧૩ ટાંકા લેવા પડ્યા છે.
૨૧મીએ રાત્રે જહાજ પર એક એકશન સિકવન્સ શૂટ થતી હતી ત્યારે વિકીએ દોડીને દરવાજો ખોલવાનો હતો. કમનસીબે દરવાજો તેના પર પડ્યો હતો અને તેને ઇજા થઈ હતી. ક્રૂ દ્વારા તેને લોકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બીજા દિવસે સવારે તેને મુંબઈ મોકલી અપાયો હતો. ‘ઊરીઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ની સકસેસ બાદથી વિકીની બોલિવૂડમાં ડિમાન્ડ છે. તેની પાસે અનેક પ્રોમિસિંગ ફિલ્મ્સ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter