આંબરડી પાર્કમાં સાવજો માટે પાણીનો આકર્ષક પોઇન્ટ

Sunday 07th June 2020 07:12 EDT
 
 

અમરેલી: ધારી નજીક આવેલા આંબરડી સફારી પાર્કમાં સાવજો માટેનો પાણીનો પોઇન્ટ પણ આકર્ષક છે. પાણીના આ પોઇન્ટને બટરફલાયનો શેપ અપાયો છે. ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતું કે, આ પોઇન્ટ પ્રવાસીઓમાં પણ આકર્ષણ ઊભું કરશે. અહીં બનાવાયેલા ગોળ એજીસના કારણે સાવજોને પાણી પીવામાં સરળતા રહે છે. સાથે સાથે સફેદ કલર પણ કરાયો હોવાથી પાણી ઓછું ગરમ થાય છે. 




to the free, weekly Gujarat Samachar email newsletter