ભાવનગરઃ આઇએનએસ વિરાટ જહાજ અંતે અંલગના યાર્ડ-૯માં સોમવારે લાંગરાયું હતું. ‘થેન્ક્યુ વિરાટ’ નામે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્યના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પોરબંદરની પહોંચેલા નેવીના અધિકારીઓ દ્વારા ભારતીય નેવીમાં ૩૦ વર્ષ સુધી સેવા આપનાર આ જહાજને અંતિમ સલામી અપાઈ હતી. મહત્ત્વનું છે કે, વિરાટને યુકે પાસેથી ખરીદ્યા બાદ ૧૯૮૭માં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું હતું. સેવાનિવૃત્તિ બાદ તેને હરાજીમાં અલંગના શ્રીરામ ગ્રૂપ દ્વારા ખરીદી લેવાયું હતું.