પાલનપુરઃ રાજસ્થાનના સિરોહી જિલ્લાના સરુપગંજ પોલીસને તાજેતરમાં સોના-ચાંદીના સ્મગલિંગની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ઉડવારિયા ટોલ નાકા પર એસ. કે. ટ્રાવેલ્સની બસને રોકી હતી અને બસની જડતી લીધી હતી. પોલીસને બસમાંથી ૩.પ૬ કિલો ચાંદી, પ૪ર ગ્રામ સોનું, રૂ. ૧૧ર૦૦ રોકડા, ૯૪૬ ગ્રામ ડાયમંડ તથા ર.૬૦૮ કિ.ગ્રા. સ્ટોન મળીને આશરે ૩ કરોડની કિંમતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ જથ્થો રાજકોટ તથા ગુજરાતના અલગ અલગ શહેરમાં પહોંચાડવાનો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે બસ ડ્રાઈવર, કંડકટર તથા ખલાસી ઈમરાન મહંમદ હાપા (રહે. પીરોજપુરા જિ.બનાસકાંઠા), આસિફ અબ્દુલભાઈ કુંભાર (રહે. ઈસ્લામપુરા તા. વડગામ) તેમજ અહમદ જુબેર (રહે. ફતેગઢ તા. વડગામ, જિ. બનાસકાંઠા)ની અટકાયત કરીને તપાસ આગળ વધારી છે.