રાજકોટઃ આઇએસના એજન્ટ તરીકે પકડાયેલા આતંકી બંધુઓ નઇમ અને વસીમ રામોદિયા કાશ્મીર જઇને આતંક ફેલાવવાની તથા સોશિયલ મીડિયા પર લાઇમ લાઇટમાં આવ્યા વગર આતંકી કામગીરીને આગળ વધારવાની ટ્રેનિંગ લેવાના હતા. આ ટ્રેનિંગમાં સોશિયલ મીડિયા પર પોલીસનું સર્વેલન્સ હોય તો પણ કેવી રીતે કામ થાય તેવું શીખવવામાં આવનાર હતું. બંને ભાઈઓ કાશ્મીરમાં ટ્રેનિંગ લીધા પછી અન્ય એજન્ટોને પણ ટ્રનિંગ આપવાના હતા. સોશિયલ મીડિયાના બે ગ્રુપમાંથી એકનો એડમિન પણ આ બંધુઓમાંથી એક હોવાનું બંનેની સાયબર તપાસ પછી માલૂમ પડ્યું છે. આ બંને સોશિયલ મીડિયા ગ્રુપ સાથે સંકળાયેલા અન્યો વિશે જાણકારી મેળવવાની કામગીરી સુરક્ષાતંત્રએ હાથ ધરી છે.