• રાજકોટની ભાગોળે આવેલા ઇશ્વરિયાપાર્કમાં ૨૭મી ઓગસ્ટે સાંજે વીજળી પડતાં રાજકોટના ઘનશ્યામભાઈ બાબુભાઈ સિંઘવ (૩૫)ના પરિવારનાં ત્રણ સભ્યોનાં મૃત્યુ નીપજ્યાં હતાં અને ત્રણ સભ્યોને ઇજા થતાં રાજકોટની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
• જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ભોળેશ્વર મહાદેવ મંદિર પાસે ૨૯મી નદીમાં ડૂબી જવાથી જામનગરના સુભાષભાઈ બુદ્ધભટ્ટી (૫૮) તેમના પુત્ર જતીન (૩૧) અને જમાઈ ચિરાગ (૩૦)ના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં.