પોરબંદરઃ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ૨૦૦ વર્ષ પહેલાં બહાર પાડવામાં આવેલી ૧૦૦ રૂપિયાની ઈગલ નોટ આજે પણ સાચવવામાં આવેલી છે.
ઈ.સ. ૧૬૦૦થી ૧૮૫૭ સુધી ભારત ઉપર ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ રાજ કર્યું એમના દ્વારા પણ કોલકાતામાં ચલણી નોટ છપાતી હતી. જેમાંની એક ૧૦૦ રૂપિયાની નોટ હાલ સચવાયેલી છે જે ઈગલના નામથી પ્રખ્યાત હતી. જેમાં એક સાઈડ રાજાનો ફોટો આવતો અને બીજી બાજુ ઈગલ જેની લંબાઈ ૭ ઈંચ, પહોળાઈ સાડા ચાર ઈંચ હતી. ચાર કલરમાં આ નોટ છપાઈ હતી. એ જમાનામાં આ નોટ મોટામાં મોટી હતી તેવું જાણવા મળે છે. ઈતિહાસકારો પણ આ વિશે કંઈ વધુ કહેતા નથી પણ ઈસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા બહાર પડાયેલ ૧૦૦ની ઈગલ છાપ નોટ કોઈએ જોયેલી પણ નહીં હોય. પરંતુ જેમની પાસે આ નોટ છે તે પોરબંદરના વેપારી શૈલેષભાઈ ઠાકરની જાણ પ્રમાણે આ નોટ ૧૮૨૦ આસપાસ છપાયેલી હોય એવું લાગે છે.