ઊનામાં ધોળે દિવસે ફાયરિંગ પાલિકા પ્રમુખ સહિત ૬ ઘાયલ

Friday 05th June 2020 07:09 EDT
 

ઊના: ઊના શહેરના ગીરગઢડા રોડ પર ૨૬મી મેએ પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના પ્રમુખ પર ૩ બાઇક સવારોએ ગોળીબાર કર્યો હતો. વળતા જવાબમાં હુમલાખોરોને પણ ઇજા થઇ હતી. આ બનાવમાં પૂર્વ ધારાસભ્યને બચાવવા વચ્ચે પડેલી બે વ્યક્તિને પણ ઇજા પહોંચી હતી.
પૂર્વ ધારાસભ્ય અને પાલિકાના વર્તમાન પ્રમુખ કાળુભાઇ ચનાભાઇ રાઠોડ શહેર ભાજપ પ્રમુખ મિતેષ શાહની બાઇક પર બેસી પૂર્વ પાલિકા સભ્ય ગીતાબહેન છગનું અવસાન થતાં ખરખરો કરવા ગયા હતા.
ત્યાંથી પરત ફરતા આ જ વિસ્તારમાં રહેતા પાલિકા ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોષી (રાધેભાઇ)ના સસરા અનંતરાય ઠાકર ઘરની બહાર બેઠા હતા.
એ વખતે બાઇક પર ત્રિપલ સવારીમાં આવેલા માણસોએ ફાયરિંગ કર્યું હતું. જોકે, સામે પણ ફાયરિંગ થતાં બંને પક્ષે કુલ ૬ લોકોને ઇજા થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter