રાજકોટઃ કોંગ્રેસમાં આંતરિક મતભેદો વચ્ચે વિધાનસભાની રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી રાજકોટમાં પાલિકાના વિપક્ષના નેતા કોંગ્રેસી વસરામ સાગઠિયા ફોર્મ ભર્યું તેની સાથે જ કોંગ્રેસમાંથી જ સુરેશ બથવારે પણ ફોર્મ ભરતાં અચરજ ફેલાયું હતું. બંને ઉમેદવારોએ કહ્યું કે પાર્ટીએ કહ્યું છે કે ફોર્મ ભરવાનું છે. ઉલ્લેખનીય છે કે આ સીટ પર બે વખત ભાનુબહેન બાબરિયા ભાજપમાંથી જીત્યાં છે ને તેમની ટિકિટ કપાઇ છે. આ અનામત સીટમાં કોંગ્રેસમાંથી બબ્બે ઉમેદવારોએ ફોર્મ ભરતાં કોંગ્રેસીઓ પણ મૂંઝવણમાં હતા કે કોને ટેકો આપવો? વસરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મારું નામ કોંગ્રેસની બીજી યાદીમાં છે અને ફોર્મ ભરવાની સૂચના છે તો બથવારે પણ ફોર્મ ભરવાની ઉપરથી સૂચના હોવાનો દાવો કર્યો હતો અને ફોર્મ ભરતાં બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.