રાજકોટ: રાજકોટના અમીન માર્ગના કંકાવટી એપાર્ટમેન્ટના ધાબે ૭ જણાએ પાઉંભાજીનો પ્રોગ્રામ રાખ્યો હતો, પરંતુ પેટ્રોલિંગમાં રહેલી માલવીયાનગર પોલીસને જાણ થતાં પોલીસ સ્થળે પહોંચી હતી. ધાબે પાઉંભાજીનો સ્વાદ લે તે પહેલાં જ ૭ને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે આ સાતેય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલા સાત આરોપીઃ • કિશોરભાઇ કનેરીયા • દીપકભાઇ વાછાણી • પ્રશાંતભાઇ ભાળવડિયા
• નિકુંજભાઇ કાલરિયા • અતુલભાઇ ગોધાણી • અતુલભાઇ કાલરીયા • સીરીશભાઇ રાઠોડ