અમરેલી: જાફરાબાદના અને મુંબઈમાં વસતા પરિવારનો દીકરો ઓટોરિક્ષાનો ધંધો કરે છે. કોરોના મહામારી વચ્ચે ટ્રાન્સપોર્ટેશનની તકલીફ થતાં યુવાન મુંબઈથી ઓટોરિક્ષામાં પરિવારના સભ્યોને લઈને ૧૯મી જુલાઈએ જાફરાબાદ પહોંચ્યો હતો. જાફરાબાદના તુર્કી મહોલ્લામાં તંત્રને જાણ કર્યા વગર તે આવી ગયો હતો. જોકે પછીથી તંત્રને જાણ થતાં જાફરાબાદ પાલિકાના પ્રમુખ કોમલબહેન બારૈયા અને ચિફ ઓફિસર ચારુબહેન મોરી આરોગ્ય સ્ટાફ સાથે દોડી ગયા હતા. આ પરિવારની આરોગ્ય ચકાસણી કરાઇ હતી. તેમને હોમ ક્વોરેન્ટાઇન કરાયા હતા.