મોરબીઃ વાંકાનેરના સરતાનપર રોડ પરની સેટમેક્સ ફેક્ટરીના સંચાલક વિનોદભાઈ નારણભાઈ ભાડજાને એક પાર્સલમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી પછી ફેક્ટરીના ભાગીદાર હાદકભાઈ ઘોડાસરાએ અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ આદરતાં જણાયું કે તે કોઈ વિસ્ફોટક પદાર્થ નહોતો. પાર્સલ મોકલનારને પકડી લેવા પોલીસે કાર્યવાહી કરતાં જીતેન બલરામસિંગ લોધી (ઉ. વ.૧૯, રહે, ભોપાલ)ને પકડવામાં આવ્યો હતો. પોલીસે આ કેસ અંગે ૯મી જાન્યુઆરીએ જણાવ્યું કે, જીતેનને વતન જવું હતું અને પૈસા નહોતા તેથી સાઉથની ફિલ્મ જોઇને બોમ્બ બનાવીને ડરાવવાનો આઈડિયા તેને આવ્યો હતો. આરોપીએ પોતે નકલી બોમ્બ બનાવ્યાની નફફટ કબુલાત પણ કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.