મેંદરડાઃ જૂનાગઢના પાંચ યુવાનો અને બે યુવતીઓ ૨૯મી ઓગસ્ટે મોડી રાત્રે સાસણથી હરી ફરીને જૂનાગઢ પરત ફરી રહ્યા હતા. એ સમયે મેંદરડા-જૂનાગઢ રોડ પર ગાંઠીલા ચોકડી પાસે કારને ભયંકર અકસ્માત થઈ ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવાનોનાં અને બે યુવતીઓનાં મોત નીપજ્યા હતા.
આ કેસની તપાસમાં એવું નોંધાયું છે કે કારની સ્પીડ એટલી બધી હતી કે ચાલક વળાંક વાળી ન શક્યો જેથી કાર વીજપોલ સાથે ટકરાઈ અને વોંકડામાં જઈને પટકાઈ હતી. જૂનાગઢના ઇશાંદ ચંદાણી, એઝાઝ ચંદાણી, ભાવિક મકવાણા, પાયલ લાઠિયા, કુંજનબહેન અપારનાથી, સુનીલ સોલંકી, સમન ચંદાણી કારમાં
સવાર હતા.