કાવ્ય મુદ્રા સંસ્થા દ્વારા મોરારિબાપુના હસ્તે બે કવિને એવોર્ડ અર્પણ કરાયાં

Monday 15th February 2021 15:06 EST
 
 

રાજકોટઃ અમદાવાદ સ્થિત કાવ્ય મુદ્રા દ્વારા વર્ષ ૨૦૧૯નો વિનોદ ટેવતિયા એવોર્ડ કવિ યજ્ઞેશ દવેને અને વર્ષ ૨૦૨૦નો યુવા કવિ પુરસ્કાર કવિ ભાવેશ ભટ્ટને મોરારિબાપુના હસ્તે ચિત્રકૂટધામ તલગાજરડામાં ૧૦મી ફેબ્રુઆરીએ એનાયત કરાયો હતો. મોરારિબાપુએ બંને કવિઓનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે સંસ્થાના સંયોજક હર્ષદ બ્રહ્મભટ્ટ, આર. પી. જોષી વગેરે ઉપસ્થિત હતા.
મોરારિબાપુએ આ કાર્યક્રમમાં કહ્યું કે, સરસ્વતીનો પૂર્ણ અવતાર એટલે કવિતા આપણે ત્યાં ઘણા અવતારો આવ્યા હતા. મારા સમજણ અનુસાર કવિતાએ સરસ્વતીનો પૂર્ણ અવતાર છે. સરસ્વતી કવિતા રૂપે કવિના હૃદયમાં નર્તન કરે છે. વર્તમાન સમયમાં કોવિડને લીધે અહીં યોજાયેલાો આ કાર્યક્રમ ભવ્ય નથી પરંતુ દિવ્ય છે. ભવ્ય તો ક્યારેક ક્યારેક ભંગાર બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter