કૂવામાં રોટલો પધરાવી વરસાદનો વરતારો

Monday 29th June 2020 14:45 EDT
 

જોડિયાઃ તાલુકાના આમરા ગામે કૂવામાં રોટલો પધરાવી વરસાદ અને વર્ષ કેવું જશે તેના વરતારાની દાયકાઓ જૂની પરંપરા ચાલી આવે છે. જે મુજબ આ વર્ષે પણ કૂવામાં રોટલો પધરાવામાં આવતા પૂર્વ દિશા તરફ રોટલો જતાં વરસાદ અને વર્ષ બંને સારા જવાના એંધાણ વ્યકત કરાયા છે. આમરા ગામે સોમવારે શાસ્ત્રોકત વિધિથી કૂવામાં રોટલો પધરાવામાં આવ્યો હતો. વરતારા સમયે ગામના તમામ જ્ઞાતિના લોકો એકઠાં થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter