કેશોદના પરિવારે ઉત્તરક્રિયામાં નાસ લેવાના ૧૦૧ મશીન આપ્યાં

Monday 12th October 2020 06:44 EDT
 

કેશોદ: પીપલિયાનગરમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે કારાભાઈ લાધાભાઈ વણપરિયાનું તાજેતરમાં જ નિધન થયું હતું. તેમની ઉત્તરક્રિયામાં તેમના પરિવારે કોરોના મહામારીમાં લોકોની તંદુરસ્તી માટે નાસ લેવાના મશીનનું વિનામૂલ્યે વિતરણ કરી નવો રાહ ચિંધ્યો છે.
હાલમાં કોરોના કાળ ચાલતો હોવાથી અને નાસ લેવાથી કોરોના સામે રક્ષણ મળી શકતું હોવાથી વણપરિયા પરિવારે નાસ લેવાના ૧૦૧ મશીનનું વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો. ઉત્તરક્રિયા પ્રસંગે ઉપસ્થિત રહેનાર તમામ ઉપરાંત અન્ય લોકો ઉપરાંત અન્યોને પણ મશીન આપવાનું નક્કી થયું હતું. દરમ્યાન બજરંગ દળના ઉપપ્રમુખ જયભાઇ બિપીનભાઇ ગજેરાની પ્રથમ માસિક પુણ્યતિથિ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ આર્થિક દાતા તરીકે આગળ આવ્યા અને આ મહાયજ્ઞમાં જોડાયા. મનસુખભાઇના પુત્ર યોગેશભાઇ અને જલારામ મંદિરના સંચાલક રમેશભાઇ રતનધાયરા દ્વારા મશીનનું વિત્તરણ કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter