તાલાળા: તાલાળા માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીના હરાજી શરૂ થઇ છે. પ્રથમ દિવસે ૧૦મી મેએ રૂ. ૩૫૦થી ૬૦૦ ભાવ રહ્યા હતા. તેમજ ૫૫૦૦ બોક્સની આવક થઇ હતી. જોકે છેલ્લા ૧૦ વર્ષમાં કેસર કેરીના ભાવમાં સતત વધારો થયો છે. તેમજ આવક પણ સારી એવી રહી છે. જગ પ્રખ્યાત કેસર કેરી આંબે ઝૂલવા લાગી હતી. તેમજ તાલાળા પંથકની કેસર કેરીની રવિવારથી પ્રારંભ થયો છે. પ્રથમ દિવસે આસપાસના ગામડાનાં ખેડૂતો કેસર કેરી લઇ માર્કેટિંગ યાર્ડમાં પહોંચી ગયા હતા. પ્રથમ દિવસે ૫૫૦૦ બોક્સની આવક રહી હતી. તેમજ ૧૦ કિલો બોક્સનાં રૂ. ૩૫૦થી ૬૦૦ સુધી ભાવ બોલાયા હતા. જોકે જૂનાગઢનાં સાંસદ રાજેશ ચુડાસમાએ રૂ. ૧૧ હજાર આપી પ્રથમ બોક્સ ખરીદ્યું હતું. કેસર કેરીની હરાજી દરમિયાન યાર્ડનાં ચેરમેન કિરિટ પટેલ તેમજ કેરીનાં વેપારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા માર્કેટિંગ યાર્ડમાં હાજર રહ્યાં હતા. મોર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દાયકાથી કેરીની હારાજી થઇ રહી છે.