કોટ ફરવા જતી ખારવા યુવતીઓની છેડતી પ્રશ્ને પોરબંદર અશાંત

Wednesday 30th May 2018 07:13 EDT
 
 

પોરબંદરઃ પુરુષોત્તમ માસ નિમિત્તે સમાજના રિવાજ પ્રમાણે કોટ ફરવા જતી ખારવા યુવતીઓની કેટલાક મુસ્લિમ માણસોએ છેડતી કરતાં ૨૭મી મેએ પોરબંદરની શાંતિમાં પલિતો ચંપાયો હતો. ૨૬મી મેએ આખી રાત શહેરના અમુક વિસ્તારોમાં પથ્થરમારો, તોડફોડ, આગચંપી અને પોલીસ સહિતના વાહનોમાં વ્યાપક તોડફોડ થતાં પોલીસે બળપ્રયોગનો પ્રયાસ કર્યો હતો. ટીયરગેસના ૨૧ સેલ છોડવા છતાં પરિસ્થિતિ કાબૂમાં આવી ન હતી.
ખારવા સમાજનું કહેવું છે કે, આ રિવાજ માટે પહેલેથી પોલીસ બંદોબસ્ત માટે માગ કરાઈ હતી, પરંતુ પૂરતા પોલીસ બંદોબસ્તના અભાવે કોટ ફરવા જતી યુવતીઓની છેડતી થઈ પછી છેડતી કરનારાઓ નાસી ગયા હતા. જ્યારે તેમની સામે કાર્યવાહી કરવાને બદલે પોલીસે સવાર પડતા જ ખારવા સમાજના વિસ્તારોમાં જઈ વાહનો અને ઘરના બારી બારણામાં તોડફોડ કરતાં ખારવા સમાજમાં રોષ ભભૂકયો હતો.
આ ઘટનાના પગલે સમસ્ત ખારવા સમાજે ધરણા પર બેસવાની અને મહિલા એસ.પી.ના રાજમાં મહિલાઓ પર થયેલા અત્યાચારને
ઉગ્ર અવાજે વખોડીને ન્યાય માગવાની ચીમકી આપી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter