રાજકોટઃ હાલમાં કોરોનાની મહામારી છે અને વાવાઝોડું પણ વિનાશ વેરવા તોફાને ચઢ્યું હતું ત્યારે કુદરત રુઠી હોય તેમ સૌરાષ્ટ્રમાં ૪.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી, ગીર સોમનાથ, ડોળાસા, ઊના વિસ્તારમાં કંપન અનુભવાઈ હતી. ઊના પંથકમાં કાચા મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. જોકે આ ભૂકંપથી કોઈપણ પ્રકારની હાનિના સમાચાર નથી.
સોમવારે વહેલી સવારે ૩ વાગ્યેને પ૭ મિનિટે લોકો મીઠી મીઠી ઊંઘ માણી રહ્યા હતા અને ભારે પવન સાથે વરસાદના છાંટા પડતા હતા એ વચ્ચે જ માત્ર ત્રણ સેકન્ડ માટે ૪.પની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભાવયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ ગીર સોમનાથ જિલ્લામાં આવેલા ઊનાથી ૧ કિમી દૂરના અંતરે ૩.પ કિમી જમીનની અંદર નોંધાયું છે.