રાજકોટ: કોરોના સંક્રમણના કાળમાં કેટલાક મંદિરો બંધ છે તો કેટલાક મંદિરોમાં પૂજા -અર્ચના માટે આધુનિક માર્ગ અપનાવાય છે. રાજકોટમાં દિવાનપરા રોડ પર આવેલા વિશ્વકર્મા પ્રભુજીના મંદિરમાં પ્રભુભક્તિ માટે સેન્સર દ્વારા ઘંટનાદ થઇ રહ્યો છે. ઘંટની સામે બેથી ૨૦ સેન્ટિમીટરના અંતરે હાથ બતાવતાં જ ઘંટ વાગે છે.
રાજકોટના હરિકૃષ્ણભાઈ અડિયેચા અને આશિષભાઈ સંચાણિયાએ ઘંટ માટે આખી સિસ્ટમ તૈયાર કરી છે. જેમાં સેન્સર, સર્કિટ, મોટર, એલિમીટર અને વાયરનો ઉપયોગ કર્યો છે. સિવિલ એન્જિનિયર આશિષભાઈ સંચાણીયા જણાવે છે કે, આ ઘંટ બનાવવામાં માત્ર ૮ દિવસનો જ સમય લાગ્યો છે. આ વિચાર તેના મિત્ર સોફ્ટવેર એન્જિનિયર હરિકૃષ્ણભાઈ અડિયેચાને આવ્યો અને આખો ઘંટ તૈયાર કર્યો છે.