ખંભાળિયા: આહિર અગ્રણી અને ઓઇલ મિલના વ્યવસાય સાથે સંકળાયેલા આશ્રમ ઓઇલકાર રામભાઇ આંબલિયાએ તાજેતરમાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરમાંથી લમણે ગોળી મારીને આપઘાત કર્યો હતો. રામભાઇના પુત્રએ જણાવ્યું કે, મૃતક, તેમનાં પુત્ર તથા જામનગર જિલ્લાની ખાનગી કંપનીમાં કામ કરતો ભાણેજ ત્રણેય સાથે હતા. તેઓ હોટલમાંથી લાવીને સાથે જમ્યા હતા. બાદમાં રામભાઇ પોતાના આશ્રમ મિલના રૂમમાં પર આરામ માટે ગયા હતા. પુત્ર અને ભાણેજ નીચેની આફિસમાં કામ કરતાં હતાં. ત્યારે એકાએક ફટાકડા જેવો અવાજ આવતાં ભાણેજ ઉપર દોડી ગયો. તેણે જોયું કે રામભાઇએ આપઘાત કર્યો છે. તુરંત પોલીસને જાણ કરાઈ હતી. આ રહસ્યમય બનાવ અંગે પોલીસે પી.એમ. રિપોર્ટના આધારે વિવિધ દિશાઓમાં આગળની તપાસ હાથ ધરી છે. હાલમાં ઓઇલ મિલ પણ બંધ છે. આહીર સમાજમાં સુખી-સંપન્ન અને આગવું નામ ધરાવતા રામભાઇ આંબલિયાના આપઘાતની શોકની લાગણી સાથે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા. ૧૯મી જૂને તેમણે આપઘાત કર્યાં પછી આશરે એક સપ્તાહ સુધી વિવિધ જગાએથી તેમને શ્રદ્ધાંજિલ પાઠવવામાં આવી હતી.