ખાંભાઃ ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેન્જ અને ખાંભા રેવન્યુમાં સિંહ પ્રેમીઓ માટે ખુશીના સમાચાર હોય એમ અલગ-અલગ એમ આઠ જેટલી સિંહણએ ર૦ જેટલા સિંહ બાળને જન્મ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતમાં સિંહની વસ્તી ગણતરીમાં હમેશા ખાંભા મોખરે ગણાય છે તેવું વન વિભાગ પાસે જાણવા મળી રહ્યું છે. ત્યારે આ વર્ષ વધુ ૨૦ સિંહની સંખ્યામાં વધારો થયો છે સાથો-સાથ બે સિંહ બાળના એક જ માસમાં મોત થઈ ચુક્તયા છે જેમાં એક સિંહ બાળનું મોત થયું હતું અને બે દિવસ પહેલા જ ભાણીયા રાઉન્ડમાં ઇનફાઈટમાં એક સિંહ બાળનું મોત થયું હતું.
ખાંભા તેમજ ગીર જંગલ જાણે સિંહનું રહેઠાણ બની ગયું છે ત્યારે ખાંભા તેમજ આસ – પાસના વિસ્તારમાં ૧૮૦ થી ર૦૦ જેટલા સિંહની વસ્તી હોવાનું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે ગત સિંહ ગણતરીમાં ખાંભા તુલસીશ્યામ રેન્જમાં ૧૦૦થી વધારે સિંહ ગણતરી થયેલ હોવાનું વન વિભાગએ જણાવ્યું હતું ત્યારે આ વર્ષ ખાંભા તેમજ આસ-પાસના વિસ્તારમાં આઠ જેટલી સિંહણોએ ૧૮ જેટલા સિંહ બાળને જન્મ આપ્યો છે જેમાં ખાંભા નજીક હાથીયા ડુંગરમાં એક સિંહણ એ ર૦ દિવસ પહેલા ત્રણ સિંહ બાળને જન્મ આપ્યો છે અને આજ વિસ્તારમાં અન્ય એક સિંહણે એક સિંહ બાળને જન્મ આપ્યો છે જે એક માસનું સિંહબાળ છે તેમજ ભાડ રેવન્યુમાં સિંહણે બે સિંહ બાળને જન્મ આપ્યો છે તેમજ ખાંભાના પીપાવવા રાઉન્ડમાં ત્રણ સિંહણ અને આઠ સિંહ બાળનું ગ્રુપ છે