ખોખડદડમાં જે વૃક્ષ ન વાવે તેના ઘરનું નળ કનેક્શન કાપી નંખાય છે

Wednesday 05th July 2017 09:30 EDT
 
 

રાજકોટઃ ખોખડદડ ગામમાં ઘર આગળ વૃક્ષ ન હોય તેનું નળ કનેક્શન કાપી નંખાય છે. પંચાયત તરફથી પણ અપાતી સુવિધાઓ બંધ કરાય છે. આ ઉપરાંત આ ગામમાં દર ચોમાસામાં દર પરિવારે ૨ વૃક્ષો વાવીને તેનો ઊછેર કરવો ફરજિયાત છે. જો કોઈ વ્યક્તિ વૃક્ષની ડાળી પણ કાપે તો તેને દંડ કરાય છે. ગ્રામ પંચાયતના આ પ્રકારના નિયમને કારણે આજે ગામમાં વૃક્ષોની સંખ્યામાં વધારો થયો છે. ગામ સ્વચ્છતા બાબતે પણ અવ્વલ છે. ગામનો કોઈપણ માણસ ગમે તે સ્થળે કચરો નાંખતા પકડાય તો રૂ. ૫૦૦થી માંડીને રૂ. ૧૦૦૦નો દંડ કરાય છે અને આ દંડની રકમ ગામની સ્વચ્છતા પાછળ વપરાય છે. આ અંગે ગામના રહેવાસી વલ્લભભાઈ ખૂંટ કહે છે કે, અનિયમિત વરસાદ અને વાતાવરણમાં ફેરફારો જેવી સમસ્યાને રોકવા વૃક્ષોનું જતન કરવું પડશે. તેથી જ ગામમાં પર્યાવરણ જાગૃતિના નિયમો બન્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter