પોરબંદર: પોરબંદરમાં ‘ગાંધી’ તરીકે ઓળખાતા યુવાન જયેશ હીંગળાજીયાએ અત્યાર સુધીમાં અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા છે. ગત સપ્તાહે તેમની યશ કલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં તેને સ્થાન આપવામાં આવ્યું છે.
ર ઓકટોબર ર૦૧રના રોજ મુનિશ્રી તરૂણ સાગર મહાજરાજી દ્વારા અમદાવાદાના સાબરમતિ આશ્રમથી ઈન્કમટેક્ષ ઓફિસ સુધી રેલીનું આયોજન કરાયું હતું. જેમાં વિવિધ ૮૯૧ લોકો ગાંધીજીનું રૂપ ધારણ કરીને જોડાયા હતા. આ રેલીનું નેતૃત્વ જયેશભાઇએ ગાંધીજીનું ગોલ્ડન સ્ટેચ્યૂ બનીને કર્યું હતું. જેના માટે ગત સપ્તાહે પોરબંદરના કિર્તીમંદિર ખાતે તેને ગિનેસ બુકના અધિકારીઓ દ્વારા સર્ટિફિકેટ એનાયત કરાયું છે. અગાઉ પણ જયેશભાઇની લિમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડઝમાં નોંધ લેવાઇ છે.