ગાડી સ્ટાર્ટ ન થતાં બોનેટ ખોલ્યુંઃ નીકળ્યો આઠ ફૂટ લાંબો અજગર!

Wednesday 09th January 2019 06:19 EST
 

પોરબંદરઃ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ કોલોનીમાં પાર્ક કરવામાં આવેલી તાતા કંપનીની કારના આગળના ટાયરના ભાગથી સાડાદસ ફિટ લાંબો અજગર બોનેટમાં ઘૂસી ગયો હતો.
ગાડીના માલિકે ગાડી સ્ટાર્ટ કરવાની કોશિશ કરી, પણ અજગર અંદર એવી રીતે ફસાયો હતો કે ગાડી ચાલુ જ ન થઈ. બોનેટ ખોલીને ચેક કરવામાં આવ્યું તો અનાયાસે અજગરની પૂંછડી દેખાઈ એટલે તરત જ અજગરને કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને પાંચ કલાકથી વધારેની જહેમત પછી અજગર બહાર નીકળ્યો. જોકે ત્યાં સુધીમાં અજગરે અંદર એવી તોડફોડ પણ કરી નાંખી હતી કે ગાડીના એન્જિનને પણ નુકસાન થયું હતું. ગાડી રિપેરિંગનો અંદાજિત ખર્ચ મિકેનિકે રૂ. સિત્તેર હજાર જેટલો આપ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter