ગારિયાધારઃ ગારિયાધાર-સુરત વચ્ચે ચાલતી ગારિયાધારની બ્રહ્માણી ટ્રાવેલ્સની બસ ૨૩મી જૂને રાત્રે ભરૂચ નજીક માંડવા ચોકડી પાસે ઊભેલા ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. જેથી ટ્રેલર રોડ પરથી નીચે પલટી ખઈ ગયું હતું અને લકઝરી બસનો એક તરફનો આખેઆખો ભાગ ચિરાઈ ગયો હતો.
આ ઘટનામાં પાંચ મુસાફરોનાં મૃત્યુ થયાં છે અને બાકીનાંને નાની મોટી ઇજાઓ થતાં ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી.
ગારિયાધાર પંથકના સૂરનિવાસ ગામનાં મમતાબહેન મેર, તેમની પુત્રી ધ્રુવી મેર, પ્રવીણભાઈ ખેતી, પ્રદીપભાઈ બાબર, કાળુભાઈ સોલંકીનાં આ ઘટનામાં મૃત્યુ થયાં હતાં.