અમદાવાદ: ગુજરાત ગીરના આખલાના સીમનના સેમ્પલ અમેરિકા મોકલાશે. ગુજરાત અને અમેરિકાના કેલિફોર્નિયા રાજ્ય એક કરાર કરશે જે અંતર્ગત જર્સી ગાયોને ગીરના આખલાના સીમનથી ગર્ભિત કરાશે. રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરેમન વલ્લભ કથીરિયા મુજબ અમરેકિના કેલિફોર્નિયા અને ટેક્સાસના અધિકારીઓ અને પશુપાલકોને ગીર આખલાના સીમન ખરીદવામાં રસ છે. તેથી કામધેનુ આયોગની ટીમ અમેરિકા ગઈ તો, ત્યાંના સંશોધનકર્તાઓએ ગીર ગાય પ્રત્યે ભારે રસ દાખવ્યો હતો. તેમણે જણાવ્યું કે એવી ગાયો જોઈએ છે જે લાંબા સમય સુધી ઉત્પાદક બની શકે. આ પ્રોજેક્ટનું અમલીકરણ આગામી ત્રણથી ચાર મહિનાની અંદર શરૂ થઈ જશે. કામધેનુ આયોગના ચેરમેનના કહેવા પ્રમાણે આ પ્રોજેક્ટ ૩થી ૪ મહિનામાં શરૂ થશે. આ પ્રોજેક્ટથી આખલા સીમનના એક ડોઝની કિંમત રૂ. ૫૦૦૦ સુધી પહોંચશે.