ગુનેગારોની તરફેણના મુદ્દે રેન્જ IG અને પરિમલ નથવાણી આમને સામને

Wednesday 30th September 2020 06:02 EDT
 
 

જામનગરઃ રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ રાજકોટ રેન્જ આઈજી સંદીપસિંઘ રાજકીય નેતાઓના ઈશારે ગુનેગારોની ફેવર કરતા હોવાની સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા ભારે વિવાદ સર્જાયો છે. રેન્જ આઈજીએ પોતાના પર થયેલો આક્ષેપ નકારી દેતાં પોતે અસામાજિક તત્ત્વો સામે પહેલેથી જ કડક હોવાનું નિવેદન આપ્યું છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ડીસીપી દીપન ભદ્રને જામનગરમાં એસપી તરીકે ચાર્જ સંભાળ્યો એ જ દિવસે ૨૪મી સપ્ટેમ્બરથી આ વિવાદ ચગ્યો છે. જામનગરના ભૂ-માફિયા જયેશ પટેલ પર સકંજો કસવા ભદ્રનને જામનગર મુકાયા હોવાની વાતથી સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે.

ગુનેગારોને સહકાર આપી કેસો પતાવ્યા છે

રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ કહ્યું કે, જામનગરમાં મુકાયેલા નવા એસપી દીપન ભદ્રનના સ્પેશિયલ મિશન પર આવવાથી ગુનેગારો ઉપર કંટ્રોલ થશે તેમજ તેમના રાજકીય આકાઓ પર હાથ કસાશે. કેટલાકને એવી શંકા છે કે, સંદીપસિંઘે અગાઉ ગુનેગારોને સહકાર આપી કેસની પતાવટ કરી છે. આ શંકા સાચી છે કે ખોટી તેની મને ખબર નથી.

અસામાજિક પ્રવૃત્તિ રોકવા હંમેશાં કટિબદ્ધ

રાજકોટ રેન્જ આઈજી રેન્જ આઈજી સંદીપસિંઘે કહ્યું કે, સોશિયલ મીડિયાની પોસ્ટ પર હું કોઈ કોમેન્ટ નહીં કરું, કારણ કે બિનજરૂરી વિવાદમાં હું નથી પડવા માગતો. આજ સુધી મેં હંમેશાં એન્ટી સોશિયલ એક્ટિવિટિઝ રોકવા માટે કડક પગલાં લીધાં છે અને આવનારા સમયમાં પણ હું કટિબદ્ધ છું, કડક પગલાં લેતો જ રહીશ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter