જૂનાગઢઃ ગીર ફોરેસ્ટ વનવિભાગને નિવૃત્ત વન અધિકારીના પુત્ર સોહિલ બશીર ગરાણાની ગેરકાયદે સિંહદર્શનમાં સંડોવણી હોવાની શંકા પછી સોહિલની ધરપકડ કરવામાં આવી હતી. સોહિલના મોબાઈમાંથી સંખ્યાબંધ સિંહદર્શનની વીડિયો ક્લિપ મળી હતી. તેણે આ ક્લિપ મેંદરડાના ડેડકીયાળી રેન્જની હોવાની કબૂલાત કરી હતી. એ પછી તેની સાથે સંડોવાયેલા મુન્ના રામભાઈ હાટી દરબાર અને મુખ્ય સૂત્રધાર આશિષ શશીકાંત ચૌહાણને ઝડપી લીધાં હતાં. આ ત્રણ સહિત ગેરકાયદે સિંહદર્શનમાં પપ્પુભાઈ, મહમદ ગામેતી, કારિયાભાઈ, સિકંદર, જાદુગર, આસિફ લાયનના નામ પણ ખૂલતાં વનતંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ છે.