રાજકોટઃ ગોંડલની સબજેલમાં કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા સહિતની ટોળકીને જેલમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદના પગલે જેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ગુનેગારો સાગરિતો સહિત જલસા પાર્ટી માણતા પકડાયા હતા. ગુનેગારોને સુવિધાઓ પૂરી પાડવા, ગુનેગારોને મદદ કરવા સહિતના કામમાં સંડોવાયેલા ગોંડલ જેલના જેલર ધીરુ કરશન પરમારની સંડોવણી આ મામલે ખૂલતાં ધીરુ પરમારને તાજેતરમાં સસ્પેન્ડ જાહેર કરાયો હતો. એ પછી એક માસથી ફરાર ધીરૂ પરમાર નાટકીય ઢબે ગોંડલમાંથી ઝડપાયો હતો. પોલીસે તાજેતરમાં ધીરુ પરમારને કોર્ટમાં રજૂ કરતાં તેના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા.