ગોંડલઃ વોરા કોટડા રોડ પર આવેલા આવાસ કવાર્ટરમાં રહેતી મહારાષ્ટ્રનાં લવારાની વતની મહિલાની સગીર પુત્રીએ તાજેતરમાં પેટમાં દુઃખવાની અને સતત ઉલ્ટીની ફરિયાદ કરતાં માતાએ દીકરીનું ઉપસી આવેલું પેટ જોઈને તેની સાથે પોલીસ સ્ટેશન ગઈ હતી. એ પછી પુત્રી ગર્ભવતી હોવાનું ખૂલવા સાથે પુત્રીએ પોલીસ સમક્ષ ફરિયાદમાં જણાવ્યું કે, પાલક પિતા લાલજીએ વારંવાર ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચરતાં સગીરા ગર્ભવતી બની હતી.
પોલીસની ટીમે ગણતરીની મિનિટોમાં વોરા કોટડા રોડ પર દોડી જઇ ભાગી છૂટવાની પેરવીમાં રહેલાં નરધમ પાલક પિતાને પકડીને કાર્યવાહી હાથ ધરી હતી.
સગીરાની માતાને આગલાં પતિથી છુટાછેડા થયા બાદ આઠેક વર્ષથી પોતાનાં ચાર સંતાનો સાથે ગોંડલ રહેવા આવી હતી. જાણવા મળ્યું હતું કે કોલેજ ચોકમાં મેળામાં ચકરડીમાં મજૂરીકામ કરતી હતી ત્યાં આંખ મળી જતાં સંતાનો સાથે વગર લગ્ને લાલજી સાથે સગીરાની માતા રહેતી હતી.