ગોંડલ, રાજકોટઃ ગુજરાત સરકાર અને નાફેડે ટેકાના ભાવે ખરીદેલી મગફળીમાં સૌરાષ્ટ્રમાં મોટાપાયે કૌભાંડો ફૂટયા બાદ ગોંડલના ખાનગી ગોડાઉનમાં સંગ્રહિત બે લાખ બોરીનો જથ્થો આગને હવાલે થઈ ગયો છે. ૩૦મી જાન્યુઆરીએ સાંજે ગોંડલના ઉમવાડા રોડ પાસે લાઈટ કનેક્શન વગરના સરકારે ભાડે રાખેલા ખાનગી ગોડાઉનમાં રૂ. ૩૬ કરોડની મગફળી બળીને ખાખ થતા ભારત સરકારના નાફેડની સૂચનાને પગલે રાજકોટ કલેક્ટર વિક્રાંત પાંડેએ એફએસએલ અને પ્રાંત ઓફિસરને તપાસ સોંપી હતી જેમાં પ્રાથમિક રિપોર્ટમાં જણાયું કે આગ બહારથી લાગી હતી.