ભાવનગરઃ સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ ઓક્ટોબરના અંતમાં શરૂ થવાની સંભાવના વચ્ચે આ પ્રોજેક્ટની શરૂઆત માટેની તડામાર તૈયારીઓ ચાલે છે. ૩૧મી ઓક્ટોબરે વડા પ્રધાનના હસ્તે ફેરી સર્વિસનું લોકાર્પણ થાય તેવી સંભાવના છે.