ચાંદગઢમાં સમૂહલગ્નઃ પોલીસે ૧૮ જાન લીલા તોરણે પાછી વાળી

Saturday 26th December 2020 03:55 EST
 
 

અમરેલીઃ અમરેલી નજીક ચાંદગઢ ગામમાં ૨૫મી ડિસેમ્બરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જોકે કોરોનાની ગાઈડલાઈન ફોલો થતી ન જોવા મળતા અને વહીવટી તંત્રની મંજૂરી પણ ન લીધી હોવાથી લગ્ન રોકીને લગ્નવિધિ વગર જ જાન પાછી વાળી વાળી દેવાઈ હતી.
પોલીસે જણાવ્યું કે, ગામનાં સ્થાનિક યુવાનોએ સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, પણ સમારંભમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ હતો અને એક જ લાઈનમાં અઢાર મંડપ ઉભા કરાયા હતા. હજારો માણસોની રસોઈનું આયોજન પણ હતું. પોલીસે લગ્નસ્થળે જઈને આશરે હજારોની સંખ્યામાં ભેગા થયેલા લોકોને વિખરાઈ જવાની સૂચના આપી હતી. આયોજકોને-તમામને પોતાનો કરિયાવર પાછો લઈ જવાનું જણાવ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter