જૂનાગઢઃ કેશોદ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ નજીક સંજય રામસી રામ અને ધારાબહેન સંજયભાઈ રામ નામના પ્રેમી યુગલ પોતાના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર ત્રિપલ સવારીમાં જૂનાગઢ તરફ આવતા હતા. એ સમયે વંથલી પાસેના પેટ્રોલ પંપ પાસે હુમલાખોરોએ તેમને આંતરીને કુહાડીના ઘા ઝીંકીને યુગલની હત્યા
કરી નાંખી હતી અને ફરાર થઇ ગયા હતા.
ચારેક મહિના પૂર્વે માંગરોળ નજીકના દરસાલી ગામના આહિર યુવક સંજયે કોળી જ્ઞાતિની યુવતી ધારાબહેન સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. હત્યાના બનાવ વખતે સંજયની બહેન પણ સાથે હતી અને તેણે આખી ઘટના નજરે જોતાં તે હેબતાઇ ગઇ હતી. આ ઘટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
ગઢના વંથલી પાસે વંથલી કેશોદ હાઈવે પર પેટ્રોલ પંપ પાસે બુધવારે સાંજના સુમારે પ્રેમી યુગલ કે જેમણે ચારેક માસ પહેલા પ્રેમ લગ્ન કરી લગ્નગ્રંથિથી જોડાયા હતા તેમની સરેઆમ હત્યા કરી હત્યારાઓ નાસી છૂટ્યાં હતા.