ચોટીલાઃ રાજવીઓની શાળા ગણાતી ચોટીલાની સનસાઇન સ્કૂલમાં બ્રિટિશ કાઉન્સિલના પ્રતિનિધિ ગ્રૂપ દ્વારા મુલાકાત લઇ શૈક્ષણિક્તાનું તાજેતરમાં આદાન પ્રધાન કરાયું હતું. ઇંગ્લેન્ડની ક્વીન એલેક્ઝાન્ડ્રા સ્કૂલનાં ૨૨ જણાના પ્રતિનિધિ મંડળે ‘ધ સનસાઈન સ્કૂલ’ની સતત બીજા વર્ષે પણ મુલાકાત લીધી છે. ઈંગ્લેન્ડથી આવેલા પ્રતિનિધિમંડળનું સનલાઇન સ્કૂલના વિદ્યાર્થીઓએ ભારતીય પરંપરાગત રીતે સ્વાગત કર્યું હતું.
કનેક્ટિન ક્લાસરૂમ થકી સનશાઈન શાળાના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાનાં શિક્ષણથી માહિતગાર થાય અને ત્યાંના બાળકો ભારતીય શિક્ષણ પદ્ધતિથી વાકેફ બને તે માટે આ પ્રતિનિધિમંડળે ચોટીલાની મુલાકાત લીધી હતી.